Gujarati - PVH Jain Pratikaman

PVH-સ્ટાઇલ પ્રતિક્રમણ પ્રોટોકોલ


પર્યુષણ દરમિયાન, પ્રતિક્રમણના પરંપરાગત સમયે, ઘરે શાંતિથી પીવીએચના મટીરિયલની સામે બેસવું અને પીવીએચ Affirmation Book સાથે રાખવી.


1. તૈયારી — પહેલાં આત્મચિંતન કરો


કોઈ નામ લખતા પહેલાં અથવા affirmations શરૂ કરતા પહેલાં થોડા મિનિટ તમારા પોતાના વિચારો, શબ્દો, વર્તન અને સંબંધો વિશે ઈમાનદારીથી વિચાર કરો.


પોતાને પૂછો:


  • મારા શબ્દોથી કોને દુઃખ થયું હશે?
  • મારા વર્તનથી કોને દુઃખ થયું હશે?
  • શું મેં કોઈને અન્યાયથી judge કર્યું?
  • શું મેં ગુસ્સામાં react કર્યું?
  • શું pride, ego અથવા stubbornness મારા વર્તન પર અસર કરી?
  • શું હું ક્યાંક dishonest, dismissive, insensitive અથવા unfair રહી?
  • શું jealousy, resentment, possessiveness, fear અથવા hurtમાંથી મેં કંઈ કર્યું?
  • શું જાણતાં કે અજાણતાં મેં કોઈને નુકસાન પહોંચાડ્યું?
  • શું કોઈ વ્યક્તિ પ્રત્યે હું હજી ગુસ્સો, resentment, bitterness અથવા pain લઈને બેઠી છું?
  • શું કોઈ સંબંધમાં મને મારી પોતાની ભૂમિકા વધુ ઈમાનદારીથી જોવાની જરૂર છે?
  • શું એવી કોઈ બાબત છે જેમાં મને પોતાને માફ કરવાની જરૂર છે?
  • શું એવો કોઈ pattern છે જે હું આગળ લઈ જવા માગતી નથી?


હેતુ પોતાને judge કરવાનો નથી, પણ સ્પષ્ટ રીતે જોવાનો છે કે ક્યાં healing, forgiveness અથવા correction જરૂરી છે.


2. નામોની યાદી બનાવો


હવે તે લોકોના નામ લખો:


  • જેમને તમારા કારણે મનદુઃખ થયું હોઈ શકે
  • જેમના કારણે તમને મનદુઃખ થયું હોય
  • જેમની સાથે conflict, misunderstanding, emotional pain, resentment અથવા negativity રહી હોય
  • આત્મચિંતન દરમિયાન જેમનું નામ ખાસ મનમાં આવ્યું હોય


નામોને સંબંધ પ્રમાણે ગોઠવો:


  • Page 2: પરિવાર
  • Page 3: સાસરિયા પક્ષ
  • Page 4: પતિ / પત્ની
  • Page 5: તમારી સાથે કામ કરતા લોકો, તમારા માટે કામ કરતા લોકો, colleagues વગેરે
  • Page 6: હાલના અથવા અગાઉના romantic relationships — boyfriend, girlfriend, ex-husband, ex-wife વગેરે


કોઈ ખાસ વ્યક્તિ માટે કંઈ યાદ રાખવું હોય તો તેમના નામની આગળ નોંધ લખી શકાય.


અંતે કોના માટે અથવા જીવનના કયા ક્ષેત્ર માટે Divine Fire કરવું છે તેની અલગ યાદી પણ બનાવી રાખવી.


3. તમારી નિષ્ઠા નક્કી કરો


થોડો સમય શાંતિથી બેસો અને અંદરથી નિષ્ઠા રાખો:


“હું મારી પોતાની ભૂલોને ઈમાનદારીથી જોવા તૈયાર છું. જે છોડવાનું છે તે છોડવા, જ્યાં શક્ય હોય ત્યાં ક્ષમા કરવા અને મારા સંબંધોમાં વધુ clarity અને light લાવવા તૈયાર છું.”


પછી શરૂઆત કરતાં પહેલાં પોતાના માટે અને પોતાના આત્મા માટે થોડો Divine Fire કરો.


4. Page 1 — પોતાના માટે Forgiveness


Page 1 પોતાના માટે છે.


તેને ત્રણ વખત વાંચવું.


વાંચતી વખતે આ ભાવ રાખવો:


  • પોતાની ભૂલો સ્વીકારવી
  • પોતાને માફ કરવું
  • guilt, shame, hurt અથવા inner conflict છોડવું
  • જે patterns ફરી ન કરવા હોય તેની જાગૃતિ લાવવી


પછી થોડું રોકાઈને પોતાને પૂછો:


“આગળથી હું શું અલગ રીતે કરવા માગું છું?”


5. Page 2 થી Page 6 — સંબંધોમાં Karma Balance


Page 2 થી Page 6 આપણા સંબંધો અને Karma Balance માટે છે.


દરેક સંબંધ માટે:


  1. એક સમયે એક જ વ્યક્તિનું નામ લો.
  1. તે વ્યક્તિ માટે સંબંધિત આખું પાનું એક વખત વાંચો.
  1. પૂરતો સમય હોય તો ઘણા નામ એકસાથે ન લો.
  1. સંબંધ સારો હોય તો પણ નજીકના પરિવારજનો અને મહત્વના સંબંધો માટે અલગથી વાંચી શકાય.
  1. વાંચતી વખતે માત્ર સામેવાળાએ શું કર્યું તે જ ન જુઓ; તમારી પોતાની ભૂમિકા પણ ઈમાનદારીથી જુઓ.


દરેક વ્યક્તિ માટે વાંચ્યા પછી અંદરથી આ ભાવ રાખી શકો:


“મારાથી જાણતાં કે અજાણતાં તમને કોઈ મનદુઃખ થયું હોય તો હું ક્ષમા માંગુ છું. અને હું પણ મારા અંદર રહેલો hurt, anger અથવા resentment છોડું છું.”


દરેક relationship categoryના અંતે, જેમના નામ અલગથી લીધા નથી, તેઓ માટે એ પાનું એક વખત સામાન્ય રીતે વાંચવું.


ઉદાહરણ:


“મારા પરિવારના જે કોઈ સભ્યોના નામ મેં અલગથી લીધા નથી, તે બધા માટે હું આ affirmation વાંચું છું.”


આ જ રીત Page 3, Page 4, Page 5 અને Page 6 માટે પણ રાખવી.


6. Page 7 — બાકી રહેલી Negative Energy દૂર કરવા


Page 7 ખાસ મહત્વનું છે.


Page 2 થી Page 6 મુખ્યત્વે Karma Balance પર કામ કરે છે, જ્યારે Page 7 મુશ્કેલ સંબંધો, emotional pain અથવા unresolved experiences સાથે જોડાયેલી બાકી રહેલી negative અથવા dark energy દૂર કરવામાં મદદ કરે છે.


સમય પ્રમાણે:


  • કોઈ વ્યક્તિ સાથે ખાસ મનદુઃખ અથવા conflict થયો હોય તો Page 7 તે વ્યક્તિ માટે અલગથી વાંચો.
  • સમય ઓછો હોય તો બે-ત્રણ નામ સાથે લઈ શકાય.
  • બહુ ઓછો સમય હોય તો સૌ માટે એક વખત સામાન્ય રીતે વાંચી શકાય.


અંતે Page 7 એક વખત general રીતે વાંચવું:


  • જેમને તમારા કારણે મનદુઃખ થયું હોય
  • જેમના કારણે તમને મનદુઃખ થયું હોય
  • જે કોઈ તમારા પ્રત્યે jealousy, resentment, unhappiness, anger અથવા negativity ધરાવતા હોય
  • જે કોઈ કોઈપણ પ્રકારની dark અથવા negative energy મોકલતા હોય
  • આવા બધા લોકોના Higher Souls માટે
  • અને તેમની સાથે જોડાયેલી કોઈપણ entities અથવા energies માટે


હેતુ એ છે કે આ સંબંધો સાથે જોડાયેલી બાકી રહેલી negative energy સુરક્ષિત રીતે clear થાય.


7. ફરી થોડું આત્મચિંતન કરો


થોડો સમય શાંતિથી બેસો અને પોતાને પૂછો:


  • આજે મેં મારા વિશે શું વધુ સ્પષ્ટ જોયું?
  • શું કોઈ વ્યક્તિ છે જેને હું હજી માફ કરી શકી નથી?
  • શું કોઈ છે જેમની પાસે મને વાસ્તવિક જીવનમાં ક્ષમા માંગવાની જરૂર છે?
  • શું કોઈ વર્તન છે જેને હું જાગૃત રીતે બદલવા માગું છું?
  • શું એવું કંઈ છે જે હું હવે આગળ લઈ જવા માગતી નથી?


કોઈ જવાબ જબરદસ્તીથી લાવવાની જરૂર નથી. જે આવે તેને માત્ર જુઓ.


8. બાકી રહેલા PVH Pages ચાલુ રાખો


Page 1 થી Page 7 પૂર્ણ થયા પછી પોતાના માટેના બાકીના affirmations વાંચો.


  • Page 8: પોતાના માટે
  • Page 9: Virus અને Bacteria માટે
  • પછી બાકીના healing અને spiritual affirmations ક્રમ પ્રમાણે વાંચતા જવું


9. Soul Elevation અને Daily Blessings


Closing Divine Fire કરતાં પહેલાં:


  • Portalના ચાલુ મહિનાના પેજની સામે Soul Elevation કરો.
  • ચાલુ વર્ષના Daily Blessing videos ચલાવો.


Blessing સંપૂર્ણ રીતે સ્વીકારીને પછી અંતિમ Divine Fire તરફ જવું.


10. અંતમાં Divine Fire કરો


Soul Elevation અને Daily Blessings પછી, બાકી રહેલા સમયમાં લગભગ 5 થી 10 મિનિટ Divine Fire કરો.


Divine Fire કરી શકાય:


  • પોતાના માટે
  • પોતાના આત્મા માટે
  • પોતાના પરિવાર માટે
  • પોતાના ઘર માટે
  • પોતાના કાર્યસ્થળ અથવા business માટે
  • સમૃદ્ધિ માટે
  • healing જરૂરી હોય એવા કોઈ સંબંધ માટે
  • જીવનના કોઈપણ ક્ષેત્ર માટે જ્યાં Divine Light અને healing જરૂરી લાગે


સમય હોય તો દરેક માટે અલગ Divine Fire કરો.


11. અંતિમ Acceptance અને Gratitude


છેલ્લે કહો:


“હું મને ઊંડાઈથી, સંપૂર્ણ રીતે અને જાગૃતપણે સ્વીકારું છું.


હું આ manifest life ને જેવી છે તેવી ઊંડાઈથી, જાગૃતપણે અને સંપૂર્ણ રીતે સ્વીકારું છું.


હું દરેક lesson માટે ભગવાનનો આભાર માનું છું.


આ blessing માટે, અને મને આ blessingનું instrument બનાવવા બદલ, જેથી હું આ જીવનમાં પ્રગતિ કરી શકું અને મારો આત્મા પણ પ્રગતિ કરી શકે — તેના માટે હું Siva Sir, PVH, બધા Divine Beings, મારા Higher Soul અને મારા spiritual guides, helpers અને teachersનો આભાર માનું છું.


Thank You. Thank You. Thank You.”


આ સાથે પીવીએચ-સ્ટાઇલ પ્રતિક્રમણ પૂર્ણ થાય છે.

Comments

Popular posts from this blog

Deep Body Healing Set

Pearl Wand

Discord with others at home, work, social circle